ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

હળવદમાં બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો


SHARE













હળવદમાં બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો

હળવદમાં દરબાર નાકા પાસે વૃદ્ધના ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને તેનો ખાર રાખીને વૃદ્ધ ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને તેને જમણા ગાલ ઉપર અને જમણા હાથમાં માર માર્યો હતો અને ઇજા કરી હતી. આટલું જ નહીં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

હળવદના નાડોદાવાસ પાણીની બારી નવી જીબી ઓફિસ પાસે રહેતા વિષ્ણુભાઈ ખીમશંકરભાઈ જોશી (58)કરણ નવીનભાઈ ચાવડા રહે. દરબાર નાકા પાસે હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના ઘર પાસે બાઈક રાખવા બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીએ લોખંડના પાઇપથી ફરિયાદીને જમણા ગાલ ઉપર તથા જમણા હાથ ઉપર મારમારીને ઇજા કરી હતી ત્યારે તેઓને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને આરોપીએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

મોરબીમાં અવની પાર્ક પાવઠાની વાડી ખાતે રહેતો તુષાર અમરશીભાઈ ડાભી (8) નામનો બાળક તેના પિતા સાથે બાઈકમાં બેસીને જઈ રહ્યો હતો દરમિયાન તે બાઈકમાંથી પડી જતા તેને જમણા હાથમાં ઈજા થહોવાથી ઇજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે શિવરામ પાર્કમાં રહેતા દિવ્યાબેન પ્રવીણભાઈ ખાણઘર (30) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News