હળવદમાં બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો
મોરબીના જુના પીપળી ગામે રહેતી મહિલાએ પતિ, સસરા તથા સાસુ સામે કરી ફરિયાદ
SHARE







મોરબીના જુના પીપળી ગામે રહેતી મહિલાએ પતિ, સસરા તથા સાસુ સામે કરી ફરિયાદ
મોરબીના જુના પીપળી ગામે આવેલ માનસ ધામ સોસાયટીમાં હાલમાં રહેતી મહિલાને તેના પતિ, સસરા તથા સાસુ દ્વારા ઘરકામ બાબતે હેરાન કરીને નાની નાની બાબતોમાં દુખત્રાસ આપવામાં આવતો હતો અને તેની સાથે પતિ દ્વારા મારકૂટ કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જૂની પીપળી ગામે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા શીતલબેન કૌશિકભાઈ મેનપરા (39)એ તેના પતિ કૌશિકભાઇ રમેશભાઈ મેનપરા, સસરા રમેશભાઈ મેઘજીભાઈ મેનપરા અને સાસુ અનસોયાબેન રમેશભાઈને મેનપરા રહે. બધા નિકાવા જોઈન્ટ ટાવરની બાજુમાં તાલુકો કાલાવાડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓને તેમના ઘરે પતિ, સાસુ અને સસરા દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન કરીને દુઃખત્રાસ આપવામાં આવે છે અને તેના પતિ દ્વારા તેની સાથે મારકૂટ કરવામાં આવે છે. જેથી ભોગ બનેલ પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા જીવરાજભાઈ ખીમજીભાઈ ગામી (65) નામના વૃદ્ધે મોરબી નજીકના વનાળીયા ગામે ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના આંદરણા ગામે રહેતા ભારતીબેન કમલેશભાઈ બાંભવા (29) નામના મહિલા બાઇકમાં બેસીને મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતા મિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
મારામારી
મોરબીના સનાળા ગામ નજીક રહેતો પાર્થ સુંદરજીભાઈ બોપલિયા (૨૦) નામના યુવાનને વાવડી રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
