વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ, નીતિઓ અને અધિકારો અંગે માહિતગાર કરવો તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને તેમની ક્ષમતાઓ વિકસાવવા, સ્વાવલંબી બનવા અને સામાજિક તથા આર્થિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરતા મયુરભાઈ સોલંકી દ્વારા શિક્ષણ, રોજગાર, સ્વરોજગાર, આર્થિક સશક્તિકરણ, કાનૂની સહાય, સુરક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હરબટીયાળી આરોગ્ય કેન્દ્રના FHW નયનાબેન ચાવડા દ્વારા આરોગ્ય, પોષણ સંબંધિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી તથા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News