મોરબીના બગથળા ગામે રહેતા યુવાને અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું
SHARE







મોરબીના બગથળા ગામે રહેતા યુવાને અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું
મોરબીના બગથળા ગામે બબીતાનગર વાડી વિસ્તારમાં યુવાન કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે બબીતાનગરમાં રહેતા વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (40) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને જીતેન્દ્રભાઈ સરવૈયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસિને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
મશીનમાં હાથ આવી ગયો
મોરબીમાં આવેલ લાતી પ્લોટમાં જલારામ ઓઇલ મીલ પાછળ રહેતા દિલીપભાઈ મોહનભાઈ કંઝારીયા (31) નામના યુવાનનો રાજપર રોડ ઉપર આવેલ ઇન્ડેક્સ ક્લોક પાસે મશીનમાં ડાબો હાથ આવી જવાના કારણે તેને હાથમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાઇક સ્લીપ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા કેતનભાઇ જગદીશભાઈ વ્યાસ (41) નામના યુવાનનું બાઈક રવાપર નદી ગામ નજીક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં તેને ઈજા થઇ હતી જેથી તે યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
