વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી


SHARE













મોરબીના બગથળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવવાનો અનુભવ કર્યો હતો.  અને પ્રિન્સિપાલ પદ માટે કુલ ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના નામો નોંધાયા હતા. લોકશાહી પદ્ધતિને અનુસરતાં ઉત્સાહભેર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામે હળવદિયા પ્રકાશને પ્રિન્સિપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સુમરા સાહિલને વાઈસ પ્રિન્સિપાલ તરીકે નિમણૂંક મળી હતી.

શાળાના દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષક બની પોતાના મિત્રો સુધી જ્ઞાન પહોંચાડતા જોવા મળ્યા. આ અનુભવથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંકલન અને સંવાદ કૌશલ્યોનો વિકાસ થયો હતો આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૮ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક મંતવ્યો રજૂ કર્યા હતા જેને સાંભળીને સમગ્ર શાળા ગર્વ અનુભવતી થઈ હતી અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપી તેમની મહેનત અને હિંમતને વધાવી હતી આમ શિક્ષક દિવસની ઉજવણી સ્મરણીય બની હતી.




Latest News