રાજ્યકક્ષાએ જીવતીબેન પીપલિયા અને મોરબી જિલ્લા કક્ષાએ સોલંકી હેતલબેનનું કરાયું સન્માન
વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર
SHARE







વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર
વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીની સમસ્યા અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી અને સતત પ્રયત્નો થકી વાંકાનેરમાં ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબની વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના થકી રંગપર સબ હેડવર્ક્સથી ખૂટતી પાઇપ લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થઈ આજ રોજ વિનયગઢ ગામે પીવાના પાણીની વર્ષોની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ થઈ પીવાનું પાણી શરૂ થતાં ગામ લોકો દ્વારા જિજ્ઞાસાબેન મેરના હસ્તે શ્રીફળ વધેરી નર્મદાના પીવાના પાણીના વધામણાં કરવામા આવ્યા હતા અને ગામલોકોએ જિજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે વિનયગઢ ગામના સરપંચ મૂળજીભાઈ રાઠોડ, વિનયગઢ ગામના તાલુકા ભાજપ મંત્રી જયેશભાઈ ડોંડા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, આજુબાજુ ગામના સરપંચ, માજી સરપંચઓ, રાજુભાઈ મેર, હિરાભાઈ ગણાદીયા, રમેશભાઈ ધરજીયા, ગામલોકો સહિત પાણીપુરવઠા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા.
