રાજ્યકક્ષાએ જીવતીબેન પીપલિયા અને મોરબી જિલ્લા કક્ષાએ સોલંકી હેતલબેનનું કરાયું સન્માન
SHARE







રાજ્યકક્ષાએ જીવતીબેન પીપલિયા અને મોરબી જિલ્લા કક્ષાએ સોલંકી હેતલબેનનું કરાયું સન્માન
મોરબી જિલ્લામાં અનેક શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજ્યકક્ષાએ લખધીરગઢ ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન કરાયું છે જયારે મેઘપર ઝાલા ગામાની શિક્ષિકાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન કરવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાએ સન્માનિત મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જીવતીબેન બચુભાઈ પીપલિયા, મદદનીશ શિક્ષક/ લખધીરગઢ પ્રા. શાળામાં તા. ૨૪/૦૧/૨૦૨૪ જોડાયા હતા. ત્યાર બાદ તેઓએ અનેક વિધ સન્માન છેલ્લા વર્ષોમાં મેળવ્યા છે. અને તેઓએ પ્રથમ 'પરીબાઈની પાંખે' બાળગીત સંગ્રહને પ્રકાશિત કર્યો હતો ત્યાર બાદ કોરોના કાળમાં તેઓએ આફતને અવસરમાં બદલીને ૮ પુસ્તક પ્રકાશિત કર્યા હતા અને તેમાંથી ત્રણ પુસ્તકને સાહિત્ય અકાદમીએ મંજૂર કરી આર્થિક સહાય પણ આપી છે. તેઓનું રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું છે જયારે મોરબી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે શ્રીમતી સોલંકી હેતલબેન કાંતિલાલનું સન્માન કરવામાં આવ્યું છે અને છેલ્લા ૧૫ વર્ષથી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમજ છેલ્લા ૩ વર્ષથી BLO તરીકે અને ૧ વર્ષથી આચાર્ય તરીકે પણ ફરજ બજાવે છે. અને તેમના અથાગ પ્રયાસોથી વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધી ખેલ મહાકુંભમાં બાળકો અથલેટિક્સ તેમજ ખો-ખો જેવી રમતોમાં રાજ્યકક્ષાએ પહોંચ્યાં હતા અને આજે મેઘપર ઝાલામાં એક પણ દીકરી શિક્ષણથી વંચિત નથી અને એક પણ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં જતો નથી.
