મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ કરી પોલીસ અધિક્ષકની શુભેચ્છા મુલાકાત: મહત્વપૂર્ણ પ્રશ્નોની થઈ ચર્ચા
મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ
SHARE







મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ
મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના કેજી થી ધો. ૧૨ સુધીના વર્ગમાં સ્વયં વિધાર્થીઓ એક દિવસના શિક્ષક બનીને તેમના વર્ગમાં સહપાઠીઓને અભ્યાસ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વિધાર્થીઓ દરેક વિષયના શિક્ષક, મદદનિશ શિક્ષક, પટ્ટાવાળા, ક્લાર્ક, સુપરવાઇઝર અને આચાર્ય તરીકે ભૂમિકા ભજવેલ તેમજ સવારપાળીના આચાર્યા તરીકે સોલંકી આયુષી દિનેશભાઈ (ધો.૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે પરમાર પલ્લવી હરીશભાઇ (ધો.૯) એ પોતાની ફરજ નિભાવેલ હતી અને શાળાના બંને આચાર્યાએ ક્વિઝ સ્પર્ધા અને રંગપૂરણી સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને શુભકામના પાઠવેલ હતી અને અંતમાં શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ આ દિવસની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને માહિતી આપેલ તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને ભવિષ્યમાં પણ શિક્ષક બનીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપે તેવા આશીર્વચન આપેલ હતા.
