મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પાલિકાની બાજુમાં આવેલ સંધવાણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ


SHARE











માળીયા (મી)માં પાલિકાની બાજુમાં આવેલ સંધવાણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ


માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી જુદી જુદી જગ્યા ઉપર ભરાઈ ગયા છે જેમાં ખાસ રીને નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી લોકોને પોતાના ઘરની અંદર આવન જાવન કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને કેટલાક લોકો પોતાના ઘર બંધ કરીને બીજે પોતાના સગા સંબંધીને ત્યાં રહેવા જતા રહ્યા છે અને તંત્રની બેદરકારીને કારણે ચોમાસા દરમિયાન લોકોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

સામાન્ય રીતે જ્યારે મચ્છુ 2 ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે ત્યારે માળિયા શહેર વિસ્તારની અંદર મચ્છુ નદીના પાણી ફરી વળતા હોય છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા હોય છે જોકે ચાલુ વર્ષે મોરબીનો મચ્છુ 2 ડેમ હજુ ભરાયો નથી પરંતુ છેલ્લી 30 કલાક દરમિયાન માળિયા તાલુકામાં લગભગ પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી જુદા જુદા વિસ્તારોમાં તેમજ માળીયા નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસ વિસ્તારની અંદર રહેતા લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે માટે લોકોને પોતાના ઘરની અંદર આવન જાવન કરવામાં પણ મુશ્કેલી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે, કે જો નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા વિસ્તારમાં અને નગરપાલિકા કચેરીની અંદર વરસાદી પાણી ભરાતા હોય તો ગામની પરિસ્થિતિ કેવી હશે તે કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેવું છે કારણ કે તંત્રની બેદરકારીને કારણે માળિયા શહેરી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. અને વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેના માટેની કોઈ વ્યવસ્થા માળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવી નથી જેથી કરીને ચોમાસામાં લોકોના હાલ બેહાલ થઈ જાય છે.






Latest News