મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક
સાંજના 7:30 વાગ્યાની લેટેસ્ટ અપડેટ: મોરબીનો મચ્છુ 2 ડેમ 98 ટકા ભરાયો, પાણીની આવકમાં સતત ઘટાડો
SHARE







સાંજના 7:30 વાગ્યાની લેટેસ્ટ અપડેટ: મોરબીનો મચ્છુ 2 ડેમ 98 % ભરાયો, પાણીની આવકમાં સતત ઘટાડો
મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ 2 ડેમ મોરબી તથા માળીયા તાલુકા માટે આશીર્વાદ સમાન ડેમ છે આ ડેમ હાલમાં 98% ભરાઈ ગયો છે અને પાણીની આવક સતત ઘટી રહી છે જેથી કરીને ડેમ ઓવરફ્લો થશે કે કેમ તે કહેવું હાલમાં મુશ્કેલ બની ગયું છે.
મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમની વાત કરીએ તો મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરી આ વર્ષે કરવામાં આવી હતી અને 38 પૈકીના જુના 33 દરવાજાઓને એક સાથે બદલવામાં આવ્યા હતા અને આ દરવાજા બદલાવ્યા પછી ફાઈનલ ટેસ્ટિંગનું કામ ચાલુ હતું ત્યારે મેઘરાજાનું આગમન થઈ ગયું હતું જેથી મચ્છુ 2 ડેમની અંદર આવેલ 700 mcft પાણીને નદીમાં છોડી દેવું પડ્યું હતું અને ત્યારબાદ ફાઇનલ ટેસ્ટિંગ કરીને દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. હવામાન ખાતાની જે પ્રકારની આગાહી કરી હતી તે પ્રકારે વરસાદ ધીમીધારે શરૂ થયો હતો મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકામાં વરસાદ થયો હતો.
તેવી જ રીતે મચ્છુ 2 ડેમના કેચમેટ વિસ્તાર અને તેના ઉપર વાસની અંદર પડેલા વરસાદના કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી જેથી સોમવારે સાંજે 7:30 વાગ્યા સુધીમાં મચ્છુ 2 ડેમમાં 98 ટકા પાણી ભરાઈ ગયું છે જેથી કરીને મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 આમ કુલ 29 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈપણ વ્યક્તિને નદીના પટમાં ન જવા માટે થઈને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જો કે, હાલમાં પાણીની આવક ઘટીને 2600 કયુસેક થઈ ગયેલ છે. અને ડેમના કેચમેટ વિસ્તાર કે પછી ઉપર વાસમાં વરસાદ ન હોવાથી પાણીની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તે જોતાં આ વર્ષે મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
