વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની જહેમતથી પીજીવીસીએલના વધુ એક સબ ડિવિઝનને મંજૂરી મળી


SHARE













મોરબીના ધારાસભ્યની જહેમતથી પીજીવીસીએલના વધુ એક સબ ડિવિઝનને મંજૂરી મળી

મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર વધુ હોવાના લીધે અહીં પીજીવીસીએલ ના કનેક્શનની સંખ્યા વધુ જોવા મળે છે. અને જેને લીધે હંમેશા લોડ પડતો હોય તેવા પ્રશ્નો ઉભા થતા હોય છે જેને લઈને સ્થાનિક ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેને પગલે નવું ત્રીજુ સબ ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
 
મોરબીના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.શહેર પીજીવીસીએલમાં વધુ એક ડિવિઝનનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી તેને પગલે હાલ પીજીવીસીએલના જે ટાઉન-૧ અને ટાઉન-૨ એમ જે બે સબ ડિવિઝનનો કાર્યરત હતા તેના ભરણમાં ઘટાડો કરવા માટે વધુ એક સબ ડિવિઝન મંજૂર કરવામાં આવેલું છે.હાલ કુદકેને ભુસકે મોરબીના ઉદ્યોગો વધી રહ્યા છે અને તેને લઈને વીજ જોડાણોની સંખ્યા પણ વધી રહી હોય આ ભારણને ઘટાડવા અને વર્કલોડની વહેંચણી કરવા માટે થઈને વધારાના નવા મોરબી ટાઉન સબ ડિવિઝન-૩ ની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિક ધારાસભ્યની સતત રજૂઆતને પગલે હાલ મોરબી ટાઉન સબ ડિવિઝન-૩ મંજૂર કરવામાં આવેલ છે.આ નિર્ણયથી વહીવટી અને ફિલ્ડવર્ક બાબતે સરળતા રહેશે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને મળશે.તેઓના પ્રશ્નોના ઝડપથી નિકાલ આવશે.હાલ આ સમાચારને પગલે મોરબીના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.



Latest News