મોરબીના ધારાસભ્યની જહેમતથી પીજીવીસીએલના વધુ એક સબ ડિવિઝનને મંજૂરી મળી
મોરબી GIDC ઈન્ડસ્ટ્રીઝ એસો.એ જીએસટીના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને આવકાર્યો
SHARE







મોરબી GIDC ઈન્ડસ્ટ્રીઝ એસો.એ જીએસટીના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને આવકાર્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેની મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસો.ના તમામ ઉદ્યોગકારોએ સરાહના કરી છે અને ઉદ્યોગકારોથી માંડીને સામાન્ય માણસ માટે આ નિર્ણય લાભદાયી થશે.
મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ નિલેશભાઇ દેથારિયા, ઉપપ્રમુખ મહેશભાઈ વેકરિયા અને સેક્રેટરી રૂષિભાઈ દફતરીએ જણાવ્યુ છે કે, હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેને મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોના તમામ ઉદ્યોગકારોએ આવકાર્યો છે. અને આ નિર્ણય બદલ આનંદની લાગણી સાથે સરકારનો આભર વ્યક્ત કર્યો છે વધુમાં જણાવ્યુ છે કે, GST ના દરોમા ઘટાડો થવાથી જીઆઈડીસીના ઉદ્યોગકારો તથા ગ્રાહકોને ખુબ જ લાભ થશે. અને મોરબી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસો. પ્રમુખ નિલેશભાઈ દેથરીયા તથા તમામ ઉદ્યોગકારો દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવેલ છે..
