મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત


SHARE









મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ક્રિષ્ના નાસ્તા હાઉસ સામેથી યુવાન અને તેના મોટા બા બંને ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે યુવાનના મોટા બા ને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તેમને માથા, મોઢા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડી પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં આવેલ કુંભાર શેરીમાં રહેતા રામભાઈ જીવણભાઈ બહોરીયા (21) નામના યુવાને ટ્રક ટ્રેલર નંબર યુપી 78 ડીએન 1057 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ક્રિષ્ના નાસ્તા હાઉસ સામેથી ફરિયાદી તેના મોટા બા મણીબેન બહોરીયાની સાથે ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે ફરિયાદીના મોટા બા ને હડફેટે લીધા હતા અને ત્યારે તેને માથા, મોઢા, હાથ, પગ અને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જેથી કરીને ફરિયાદીના મોટા બા નું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે યુવાને ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂની બોટલ સાથે પકડાયો

મોરબીના તળાવિયા શનાળા ગામના તળાવ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 325 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આનંદ તેજમલ રહોરીયા (44) રહે. અંબિકા સોસાયટી ત્રાજપર મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News