મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે દુકાન ભાડે રાખીને તેમાં રહેતા કોન્ટ્રાકટર યુવાનની માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા


SHARE













વાંકાનેરના માટેલ રોડે દુકાન ભાડે રાખીને તેમાં રહેતા કોન્ટ્રાકટર યુવાનની માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર ખોડિયાર ચેમ્બર દુકાન નંબર 12 માં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા યુવાનને માથાના ભાગે બોથ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી છે જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા અને કોન્ટ્રાક્ટરનું કામ કરતા દેવજીભાઈ સોમાભાઈ ઝરવરીયા (31)અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ખોડીયાર ચેમ્બરની દુકાન નંબર 12 માં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોથડ પદાર્થના ઘા માથાના ભાગે મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાનનું નામ ઉત્તમ વિકાસ સાહુ હોવાનું સામે આવ્યું છે અને તે રોસા ટાઇલ્સ કારખાનામાં કિલનનો કોન્ટ્રાકટર ચલાવતો હતો અને તેને દુકાન ભાડે રાખી હતી જેમાં તે રહેતો હતો. જો કે, આ યુવાનની તેને ભાડે રાખેલ દુકાનમાં કોણે અને શા માટે હત્યા કરી છે તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.




Latest News