મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

નેપાળની સ્થિતિને ધ્યાને રાખીને મોરબીમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા


SHARE









નેપાળની સ્થિતિને ધ્યાને રાખીને મોરબીમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે.

આ ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નેપાળ દેશના પ્રવાસે હોય અથવા કે ફસાયેલ હોય તેવા મોરબી જિલ્લાના નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મોરબીના હેલ્પલાઇન નંબર 02822-243300 અને 02822-243435, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ગાંધીનગરના હેલ્પલાઇન નંબર 079-2325 1900 /902/914 તથા ભારતીય દૂધવાસ કાઠમંડુ નેપાળ ના હેલ્પલાઇન નંબર +977-980 860 2881 અથવા +977-981 032 6134 પર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News