મોરબીના રાજપર ગામના યુવાન ત્રાજપર નજીક ખેતરમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો
મોરબીમાં ઘરમાંથી 134 બોટલ દારૂ ઝડપાયો, જમીનમાં દાટેલ દારૂની 5 બોટલ મળી !: 150 લિટર દારૂ ભરેલ રિક્ષા પકડાઈ
SHARE







મોરબીમાં ઘરમાંથી 134 બોટલ દારૂ ઝડપાયો, જમીનમાં દાટેલ દારૂની 5 બોટલ મળી !: 150 લિટર દારૂ ભરેલ રિક્ષા પકડાઈ
મોરબીના વીસીપરામાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ સામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 134 દારૂની બોટલો મળી આવતા 181,200 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં રહેતા ઈમરાનભાઈ મોવરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડનું કુલ મળીને 134 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,81,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ઇમરાનભાઈ નૂરમામદભાઈ મોવર રહે. વીસીપરા ધોળેશ્વર સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે મોરબી વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
5 બોટલ દારૂ ઝડપાયો
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નં-22 માં મકાન સામે ખુલ્લા પ્લોટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જમીનમાં દાટીને રાખેલ દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આ દારૂની બોટલો આરોપી સાહિલ હિતેશભાઈ વિઠલાપરા રહે. માધાપર શેરી નં-22 વાળાની હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
150 લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પાણીના ટાંકા પાસેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3028 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 30,000 ની કિંમતનો દારૂ તથા 30,000 રૂપિયાની કિંમતને રીક્ષા આમ કુલ મળીને 60,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ રઘુભાઈ દેગામા (25) રહે. મકનસર વાડી વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મનીષાબેન સુરેશભાઈ થરેસા રહે. વજેપર શેરી નં-24 મોરબી અને નવઘણભાઈ ઉર્ફે નઘો દેગામા રહે. લીલાપર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય ત્રણેય સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
