હળવદમાં સત્ય મેવ જયતે વ્હોટ્સએપ ગ્રૂપમાં કેમ જોડાયા તેવું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ મારમાર્યો
SHARE







હળવદમાં સત્ય મેવ જયતે વ્હોટ્સએપ ગ્રૂપમાં કેમ જોડાયા તેવું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ મારમાર્યો
હાલમાં હળવદ ખાતે રહેતો અને ખાનગી કંપનીમાં કામ કરતો યુવાન સત્ય મેવ જયતે નામના વ્હોટ્સઇએપ ગ્રુપમાં જોડાયેલ હોય તે યુવાન જ્યાં કામ કરતો હતો ત્યાંના ત્રણ શખ્સો દ્વારા યુવાનના રૂમ ઉપર આવીને તેને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો તથા પટ્ટા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમતી આપી હતી તેમજ અન્ય એક યુવાનને પણ ઢીકાપાટુનો મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને યુવાને સારવાર લીધા બાદ એક યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભાણવડ તાલુકાના કાટકોલા ગામનો રહેવાસી કેતનભાઇ દેવશીભાઈ સરસિયા (19) નામના યુવાને સંદીપસિંહ લીંબોલા, ચિરાગસિંહ રાજપુત અને વિપુલ ઠાકોર રહે. બધા રાણેકપર રોડ ધરતી કોમ્પલેક્ષ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, રાણેકપર રોડ ઉપર આવેલ ધરતી કોમ્પ્લેક્સમાં આર.એસ.આઈ. કંપનીમાં તે કામ કરતો હતો અને તેને રહેવા માટે ત્યાં મોરબી ચોકડી પાસે રૂમ આપવામાં આવેલ હતો દરમિયાન ફરિયાદી તેના રૂમ ઉપર હતો ત્યારે સંદીપસિંહ, ચિરાગસિંહ અને વિપુલ ત્રણે રૂમ ઉપર આવ્યા હતા અને કહ્યું હતું કે સત્ય મેવ જયતે નામના વ્હોટ્સએપ ગ્રુપમાં કેમ જોડાયેલ છો તેમ કહી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ત્રણ ચાર લાફા ગાલ ઉપર માર્યા હતા ત્યારબાદ પટ્ટા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ આ ગ્રુપમાં પંકજ રાઠવા પણ જોડાયેલ હોય તેને રૂમ પર બોલાવ્યો હતો અને તેને પણ ત્યાં ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ગ્રુપમાંથી નીકળી જવા માટે ધાક ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા બંને યુવાનોએ સારવાર લીધા બાદ હાલમાં એક યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વરલી જુગાર
મોરબીના જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા દોસમામદભાઈ જુમાભાઈ જામ (65) રહે. કાલિકા પ્લોટ હુસેની ચોક મોરબી વાળો મળી આવતા પોલીસે 380 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. અને આગળની કાર્યવાહી કરેલ છે.
