હળવદમાં સત્ય મેવ જયતે વ્હોટ્સએપ ગ્રૂપમાં કેમ જોડાયા તેવું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ મારમાર્યો
હળવદના રણછોડગઢ પાસે બાઇક ચલાવવા બાબતે માથાકૂટ થતાં વાડીમાં ગયેલા યુવાનને ધોકા વડે મારમાર્યો
SHARE
હળવદના રણછોડગઢ પાસે બાઇક ચલાવવા બાબતે માથાકૂટ થતાં વાડીમાં ગયેલા યુવાનને ધોકા વડે મારમાર્યો
હળવદના રણછોડગઢ ગામ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક ચલાવો બાબતે અન્ય બાઇક ચાલક સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા જેથી યુવાન બાજુમાં આવેલ વાડીમાં ગયો હતો અને ત્યારે વાડીના માલિકે યુવાનને “શા માટે વાડીમાં આવેલ છો” તેમ કહીને ગાળો આપીને હાથમાં રહેલ ધોકા વડે તેને મારમાર્યો હતો અને ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાયધ્રા ગામે રહેતા પ્રવીણભાઈ નવઘણભાઈ નંદેસરીયા (25)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેચરભાઈ કાજુભાઇ ઉર્ફે સાદુરભાઇ ડઢૈયા રહે. રણછોડગઢ તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રણછોડગઢ ગામના પાટીયાથી આગળ બેચરભાઈની વાડી પાસેથી ફરિયાદી તેનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ડબલ સવારી બાઈકમાં આવી રહેલા બે શખ્સોએ બાઈક ચલાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ રસ્તા ઉપર આગળ લોકો ભેગા થઈ ગયા હતા જેથી ફરિયાદી આરોપીની વાડીમાં ગયો હતો ત્યારે આરોપીએ ફરિયાદીને “શા માટે વાડીમાં આવેલ છો” તેમ કહીને ગાળો આપી હતી અને તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદીને માર મારી માથામાં તથા ડાબા હાથમાં ફેક્ચર જેવી ઈજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.