હળવદના રણછોડગઢ પાસે બાઇક ચલાવવા બાબતે માથાકૂટ થતાં વાડીમાં ગયેલા યુવાનને ધોકા વડે મારમાર્યો
વાંકાનેરના કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના બાળકનું મોત
SHARE







વાંકાનેરના કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના બાળકનું મોત
વાંકાનેરના જાલી રોડ ઉપર આવેલ કારખાનામાં બે વર્ષનું બાળક રમી રહ્યું હતું તેને લોડરના ચાલકે બેફિકરાયથી વાહન ચલાવીને હડફેટે લીધું હતુ જેથી તે બાળકને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે બાળકનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરના જાલી રોડ ઉપર આવેલ તિરુપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા દલુભાઈ મોહનભાઈ બીલવાલ (30)એ લોડર નંબર જીજે 36 એસ 6699 માં ચાલક રાકેશભાઈ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, તેનો બે વર્ષનો દીકરો અંકિત કારખાનામાં રમતો હતો દરમિયાન તેના દીકરાને આરોપીએ તેના લોડરથી હડફેટે લેતા અંકિતને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
