વાંકાનેરના કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના બાળકનું મોત
મોરબી નજીક ટ્રક, ઇનોવા અને ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત: બંને કારમાં નુકશાન
SHARE







મોરબી નજીક ટ્રક, ઇનોવા અને ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત: બંને કારમાં નુકશાન
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નવલખી ફાટક ઓવર બ્રિજ પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ઇનોવા ગાડીને પાછળથી ટક્કર મારી હતી જેથી ઇનોવા ગાડી આગળ જઈ રહેલ ઇકો ગાડીમાં અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈનોવા અને ઇકો બંને વાહનમાં નુકસાન થયેલ હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી ડિવિઝન ખાતે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા મનીષભાઈ અનિલભાઈ કાંજિયા (34)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નંબર જીજે 12 સીવી 4099 ના ચાલક બિનેશ્રીકુમાર હુલાસદેવસીંગ રહે. મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નવલખી ફાટક ઓવર બ્રિજ નજીક નેક્ષેસ સિનેમા પાસે કટમાંથી તે પોતાની ઇનોવા ગાડી નંબર જીજે 3 આઈસી 3333 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની ઈનોવા ગાડીને પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો જેથી ઇનોવા ગાડી આગળ જઈ રહેલ ઇકો ગાડી નંબર જીજે 36 એલ 1823 માં પાછળના ભાગે અથડાઈ હતી અને ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઇનોવા ગાડીમાં આગળ અને પાછળના ભાગે તથા ઇકો ગાડીમાં પાછળના ભાગે નુકસાની થયેલ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
