મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે
મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ
SHARE







મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ
મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં આવેલ સિરામિક એકમોમાંથી અમુક એકમોમાં સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે પેટકોકનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ફરિયાદી મળી હતી જેના આધારે એક કે બે નહીં 15 જેટલા કારખાનામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી તાત્કાલિક કાર્યવાહી કરીને મોરબીના 15 કારખાનેદારોને જીપીસીબી દ્વારા કલોઝર નોટિસ આપવામાં આવેલ છે અને પ્રત્યેક કારખાનેદારને 15 લાખનો દંડ આપવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
મોરબીના સિરામિક ઉદ્યોગકારો છેલ્લા ઘણા સમયથી બજારમાં ટકી રહેવા માટે જજૂમી રહ્યા છે તેવામાં કેટલાક કારખાનેદારો દ્વારા સિરામિકની પડતર કિંમત નીચી લાવવા માટે પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે તેઓના માલની પડતર નીચી આવે છે જો કે, તેઓ નફો કમાવવાના બદલે નીચા ભાવે ગ્રાહકોને માલ આપે છે જેથી કરીને ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારા આના જેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અમુક કારખાનેદારો પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરીને કારખાનેદાર દ્વારા સિરામિક પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી તેવામાં જીપીસીબીની ટિમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગણતરીના દિવસોમાં જ કારખાનેદારોને હાલમાં કલોઝર નોટિસ અને લાકડા જેવો દંડ કરવામાં આવેલ છે.
હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જીપીસીબીની જુદીજુદી ટીમો દ્વારા મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એક કે બે નહીં 15 જેટલા કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે અંગેની સ્થાનિક અધિકારીની ટિમ દ્વારા ગાંધીનગર રિપોર્ટ કરીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને જીપીસીબીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જે કારખાનામાં પેટકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું તે તમામ કારખાનેદારોને ક્લોઝર નોટિસ આપવામાં આવેલ છે અને આટલું જ નહીં તાજેતરમાં જીપીસીબીનીના ડિરેક્ટરો અને અધિકારીની બેઠક મળી હતી તેમાં પ્રદૂષણ રોકડ માટે દંડની જે નવી જોગવાઈ નક્કી કરવામાં આવેલ છે તે મુજબ મોરબીના જે 15 જેટલા કારખાનામાં પેટકોકનો વપરાશ કરવામાં આવી રહ્યો હતો તે તમામ કારખાનેદારોને 15-15 લાખનો દંડ કરવામાં આવેલ છે જેથી મોરબીના કારખાનેદારોમાં આ મુદો હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે.
