મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત


SHARE













મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત

મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 60 વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ માત્ર એક ટૂર ન હતો, પરંતુ ભારતની લોકશાહી અને વારસાને નિકટથી અનુભવાની અનોખી તક બની રહ્યો હતો. અને વિદ્યાર્થીઓને સંસદ ભવનના દર્શન કરવાની દુર્લભ તક પ્રાપ્ત થઈ જેનો અનુભવ માત્ર 1 % ભારતીયોને જ જીવનમાં મળે છે. લોકશાહીના આ પવિત્ર મંદિરમાં પ્રવેશીને તેમણે લગભગ 2 કલાક વિતાવ્યા અને ભારતના શાસનતંત્રને વધુ નજીકથી ઓળખ્યું હતું. વિદ્યાર્થીઓએ લોકસભા, રાજ્યસભા અને જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલની મુલાકાત લીધી હતી. તેઓને સંસદ સત્ર દરમિયાન ગેલેરીઝમાંથી કાર્યવાહી નિહાળવાની તક પણ મળી હતી જે અનોખો અને યાદગાર અનુભવ રહ્યો હતો. ખાસ ક્ષણ એ હતી જ્યારે વિદ્યાર્થીઓને એ જ સ્થાન પર બેસવાની તક મળી, જ્યાંથી દેશના પ્રધાનમંત્રીએ દેશને મહત્વપૂર્ણ ભાષણો આપ્યા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય પ્રાંગણમાં પગલાં મૂકી, દેશની શ્રેષ્ઠ પરંપરા અને ગૌરવને અનુભવી એક અનોખો ગર્વ અનુભવ્યો હતો આ પ્રવાસ વાલીઓના વિશ્વાસ, વિદ્યાર્થીઓના ઉમળકા અને શાળા પરિવારના સહયોગથી સફળ બન્યો હતો. આ સ્મરણિય ક્ષણોએ શાળાની શિક્ષણયાત્રાને નવા ઉલ્લાસથી પ્રેરિત કરીને સૌને વધુ ઊંચા સપના જોવાની શક્તિ આપી હતી.




Latest News