ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો
SHARE







ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો
ટંકારાના વાછકપર બેડી ગામમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? તેમ કહીં યુવાન પર લાકડી વડે હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત જયદીપ વઢુકિયાને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ અંગેની માહિતી મુજબ, જયદીપ દિલીપભાઈ વઢુકિયા (ઉંમર વર્ષ 21, રહે.વાછકપર બેડી ગામ, તાલુકો ટંકારા જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ પોતે વાછકપર બેડી ગામમાં હતા ત્યારે સામેવાળા હમીર અને જય તથા જેન્તી તેમજ તેની સાથેના માણસોએ ઝઘડો કરી લાકડી વડે માર મારતા માથે અને શરીરે મુંઢ ઇજા થતાં અર્ધ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ. જયદીપે જણાવ્યું કે, ચાર પાંચ ખેડૂતને વાડીએ જવાનો રસ્તો હોય.
જેમાં બાવળીયા ઉગી ગયા હોય, રસ્તો સાફ કરવા જેસીબી મંગાવ્યું હતું. પોતે જેસીબી લઈ રસ્તો સાફ કરતો હતો ત્યાં જ રસ્તા કાંઠેની વાડીના ખેડૂત અને તેના ગામમાં જ રહેતા સામેવાળાઓ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો કરી માર માર્યો હતો.
