મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રાજકોટના યુવાનનું વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી કારને આંતરીને અપહરણ, 17 લાખની ખંડણી માંગી: એક આરોપીની ધરપકડ


SHARE







રાજકોટના યુવાનનું વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી કારને આંતરીને અપહરણ, 17 લાખની ખંડણી માંગી: એક આરોપીની ધરપકડ

રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા યુવાનનું વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી તેના મિત્ર સાથે તે કારમાં હતો ત્યારે કારને આંતરીને અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ યુવાનની માતા અને ભાઈને વોટસએપ કોલ કરીને 17 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને કીંમતી જામીનગીરી તરીકે યુવાનની કાર મુકાવી દીધા હતી ત્યાર બાદ તેને ગ્રીન લેન્ડ ચોકડી પાસે મુક્ત કરવામાં આવેલ હતો જે બનાવની વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મુળ રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલ શક્તિ સોસાયટી શેરી નં-4 નો રહેવાસી અને હાલમાં અજમાન સીટી અલ યાશ્મીન એરીયા વીલા નંબર ૩૨ દેશ યુનાઇટેટ આરબ ઇમીરેટસ ખાતે રહેતા નમનભાઇ દીલીપભાઇ લુણાગરીયા (21)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દીવ્યરાજ સંજયભાઇ સોલંકી રહે. રાજકોટ, દીવ્યરાજના પિતાજી સંજયભાઇ સોલંકી રહે. રાજકોટ, રણજીતભાઇ ડાંગર રહે. ઠીકરીયાળા તથા અજાણ્યા પાંચ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને તેના મિત્ર દેવ સંદીપભાઇ સીંધવને યુએસડીટીના રૂપીયા 15.86 લાખ રોકડા રાજકોટ સોની બજાર ખાતે આવેલ આર.કે.આંગડીયા પેઢીમાં આંગડીયુ કરાવી પાછા આપી દીધેલ હતા જે તે લઇ ગયેલ હોય દેવને આરોપી દીવ્યરાજ સોલંકીને રૂપીયા આપવાના હતા પરંતુ તેણે આપેલ ન હતા જે બાબતનો ખાર રાખી દીવ્યરાજ સોલંકીતેના પિતાજી સંજયભાઇ તથા રણજીતભાઇ સહિતનાઓએ વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકે ફરીયાદીની થાર કારને રોકી હતી અને ત્યાર બાદ ફરીયાદી તથા સાહેદો પાર્થિવ ઝાપડા અને હર્ષ પટેલને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો અને ફરીયાદીનો પાસપોર્ટ, યુનાઇટેટ આરબ ઇમીરેટસ દેશનું આઇ.ડી. કાર્ડ, દુબઇની એન.બી.ડી.બેંકનું ડેબીટ કાર્ડ, 20 હજાર રોકડા અને થાર કાર બળજબરીથી પડાવી લીધી હતી અને ફરીયાદી તથા સાહેદોનું સફેદ કલરની આઇ વેન્ટી કારમાં અપહરણ કર્યું હતું. ત્યાર બાદ ફરિયાદીના સગાભાઈ અને મમ્મીને વોટસએપ કોલથી વાત કરાવી 17 લાખની ખંડણી માંગી હતી અને પૈસા નહીં આપો તો ફરીયાદીને જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી. ત્યાર બાદ ફરીયાદીની આઇ-20 કાર નંબર જીજે 3 કેએચ 8030 માં રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ કીંમતી જામીનગીરી તરીકે મુકાવી દીધા હતી અને ફરીયાદી તેમજ સાહેદોને તેઓના મોબાઇલો તથા થાર કાર પાછી આપી દીધી હતી જો કે, પાકીટો નહીં આપી આરોપીઓએ ફરિયાદી સહિતનાઓને છોડી મૂક્યા હતા. જે બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી.એન.એસ. કલમ- 126(2),127(2), 127(7), 140 (2), 308 (5), 115(2), 352, 351, 189 (2), 191 (2) તથા જી.પી.એકટ કલમ- 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપી દીવ્યરાજ સંજયભાઇ સોલંકી રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News