હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી
મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી
SHARE







મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી
મોરબીમાં આવેલ વિવેકાનંદનગરના મૂળ રહેવાસી અને હાલ હૈદરાબાદ ખાતે રહેતી પરણીતાને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી સમયાંતરે કુલ મળીને 8.50 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને ત્યાર બાદ મહિલા સાથે લગ્ન કર્યા ન હતા અને લગ્નની લાલચ આપનાર શખ્સે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી મહિલા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબીના વિવેકાનંદનગરના રહેવાસી અને હાલમાં હૈદરાબાદ ખાતે રહેતા દીપ્તિબેન અભિષેકભાઈ ઠક્કરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિમેષભાઈ બાબુભાઈ ચોટલીયા રહે. બી/206 પારેખ એપાર્ટમેન્ટ સરોજિની રોડ વિલે પારલે વેસ્ટ મુંબઈ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનાથી આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપી તેને વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ ફરિયાદી પાસેથી સમયાંતરે કુલ મળીને 8.50 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને તે રૂપિયા મહિલા પાસેથી આરોપીએ તેના તેમજ તેના મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી મહિલા સાથે લગ્ન ન કરીને આરોપીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી ફરિયાદી મહિલા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
