મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા


SHARE











માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા

માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખ્યા વગર નવ પાડાને લઈ જવામાં આવી રહ્યા હતા જેથી કુલ મળીને 4,27,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સને પકડીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 3278 પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાં ક્રૂરતા પૂર્વક બાંધીને નવ પાડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હતા અને તેમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી કરીને 27,000 ની કિંમતના અબોલજીવ તથા 4,00,000 ની કિંમતની ગાડી અને કુલ મળીને 4,27,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે ગાડીના ડ્રાઇવર કરી મામદઅલી જત (27) અને વાહેબ મામધહસન જત (31) રહે. નાના સરાડા ભગાડીયો તાલુકો ભુજ વાળાની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 2,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હકાભાઇ કુકાભાઈ કોળી રહે. દિઘડીયા તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઈલેક્ટ્રીક શોટ લાગ્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સુલેમાન રફીકભાઈ મેર (19) નામનો યુવાન ઘરે હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાવતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ અવચરભાઈ વાઘેલા (35) નામના યુવાનને મારામારીના બનાવમાં બીજા થઈ હતી જેટી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News