મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન
SHARE
મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે, એક અજાણી મહિલા મોરબી મહારાણા પ્રતાપ સકૅલ સામે બસ સ્ટેન્ડ પાસે એક નાની દીકરી સાથે બેઠેલ છે અને તે મહિલા કશું પણ બોલતી નથી અને કોઈનું કશું માનતી નથી અને મહિલા સાથે તેમની નાની દીકરી પણ છે અને મહિલા ખુબ જ રડે છે જેથી તે મહિલાની મદદ માટે ૧૮૧ અભયમની ટિમ ત્યાં પહોચી હતી.
૧૮૧ ના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ નીખીલભાઈ ઠક્કર ઘટના સ્થળે આવ્યા હતા અને મહિલાને સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતી જેથી તે મહિલાને પહેલા સાંત્વના આપી હતી અને ત્યાર બાદ તેની સાથે વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કર્યું હતું જેમાં તેને જણાવ્યુ હતું કે, તે મધ્યપ્રદેશના છે અને મોરબી જિલ્લામાં એક ટાઈલ્સની કંપનીમાં કામ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી આવ્યા છે અને કંપનીમાં રહેતા હતા જો કે, મહિલા તેના પતિ સાથે તેમની નાની દીકરી સહિતના પરિવાર સાથે રહે છે અને તેના પતિ રોજ કેફી દ્રવ્યનું સેવન કરીને તેની સાથે મારકૂટ કરેલ છે અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપે છે અને ઘરની બહાર નીકળી જવાની વારંવાર ધમકી આપે છે જેથી મહિલા કંટાળી ગઈ હતી અને તેની દીકરીને લઈને ઘરેથી બે દિવસથી નીકળી ગયેલ હતી. ત્યાર બાદ મહિલાને અભયમની ટીમે સમજાવી હતી અને તેના પતિનું નામ સરનામું પૂછયું હતું. અને તે મહિલાના પતિનો સંર્પક કરીને તેને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી અને મહિલા કે દીકરી સાથે ગેરવર્તન ન કરવા સમજાવ્યું હતું. અને મહિલાનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ હતું.