મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક રોડ ક્રોસ કરવા માટે થઈને વૃદ્ધ ઉભા હતા ત્યારે કન્ટેનર ટ્રેલરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવ વૃદ્ધને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બોની પાર્કમાં શિવાલય હાઈટ બ્લોક નંબર 603 માં રહેતા દિલીપકુમાર જસમતભાઇ કાલરીયા (35)એ કન્ટેનર ટ્રેલર નંબર જીજે 12 એવાય 9741 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા જસમતભાઇ કેશવજીભાઈ કાલરીયા (68) રહે. મૂળ કેસવનગર જીવાપર વાળા મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજના સનાળા ગામ તરફના છેડા પાસેથી રોડ ક્રોસ કરવા માટે રોડની સાઈડમાં ઊભા હતા દરમિયાન આરોપીએ કન્ટેનર ટ્રેલર બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના પિતાને હડફેટે લીધા હતા જેથી  ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ જીકે હોટલ સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા 55 વર્ષના આધેડને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News