મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત
હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
હળવદ તાલુકાના રાયસંગપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રાયસંગપુર ગામે ગૌરી ઘનશ્યામપુર નાગર પોપટની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સબીરભાઈ દૂરસિંગભાઈ નાયક (37) નામના યુવાને વાડીએ હતો ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
બાળક સારવારમાં
મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ મોનોલીથ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં સંજયભાઈ બારેલાના આઠ વર્ષના દીકરા વિશાલ ને ઘરે અગાસી ઉપર રમાડતા હતા તે વખતે કૂતરું ભસતા હાથમાંથી બાળક છૂટી જવાના કારણે નીચે પડવાથી તેને ઇજા થઈ હતી જેથી તે બાળકને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી
બાઇક સ્લીપ
મોરબીના આલાપ રોડ ઉપર રહેતા અનિલભાઈ ભાણજીભાઈ કાંજિયા (57) નામના આધેડ બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે સોસાયટી નજીક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે