હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો
SHARE







મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો
મોરબીના જેતપર રોડ ઉપર પીપળી નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઇ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલ તે યુવાન સારવાર હેઠળ છે અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ પર આવેલ પીપળી ગામ નજીક સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરીકામ કરતો સુભાષ બિરજુભાઈ સોય (20) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ બેભાન હાલતમાં તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલમાં તે યુવાન સારવાર હેઠળ છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવાન મૂળ ઝારખંડનો રહેવાસી છે અને લેબર ક્વાર્ટરમાં લગાવેલ હુકમાં દુપટ્ટો બાંધીને તેને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને હાલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં રહેતો હંસરાજ ભરતભાઈ કંઝારીયા (17) નામનો તરુણ પંચાસર રોડ ઉપર આવેલ ઓઇલ મીલ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તે બનાવમાં ઇજા પામેલા તરુણને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીની સૂર્યાદિતૃતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ ભીમાણી (47) નામના યુવાનને ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતો જીગ્નેશ સવજીભાઈ અઘારા (30) નામનો યુવાનો સામખયારી પાસે બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
