મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈને વૃદ્ધ આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકાનસર ગામે બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા શંકરભાઈ સવાભાઈ સત્રોટીયા (૬૨) નામના વૃદ્ધે કોઈપણ કારણોસર મકનસર ગામે આવેલા સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની દિગ્વિજયસિંહ લાલુભા ઝાલા (૩૭) રહે. ભક્તિનગર મકાનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બાળક સારવારમાં

વાંકાનેર પાસેના માટેલ ગામે પંચમુખી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારનો જય વિશાલભાઈ કશ્યપ નામનો દોઢ વર્ષનો બાળક ઘર પાસે હતો ત્યાં સાપ કરડી ગયો હોય મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અનસોયાબેન નાનાલાલ પંડ્યા નામના ૯૮ વર્ષના વૃદ્ધા જેતપુર ગામે બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા તેઓ પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોઠારીયા રોડ ઉપર રહેતા સિકંદરભાઈ મીનાપરા નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબીના ઢુવા ગામ પાસે આવેલ માલધારી હોટલ ખાતેથી હાલ બેભાન હાલતમાં મળી આવેલો હોય તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જ્યારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના રીમીબેન ઉસ્માનભાઈ બાદી નામના ૬૫ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે કેરાળા ગામ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.




Latest News