મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું
મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: દારૂની મોંઘીદાટ 7 બોટલ સાથે બે શખ્સો પકડાયા
SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: દારૂની મોંઘીદાટ 7 બોટલ સાથે બે શખ્સો પકડાયા
મોરબીના સનાળા રોડ ઉપર તથા રફાળેશ્વર ગામ નજીક દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં દારૂની મોંઘીદાટ કુલ મળીને સાત બોટલો કબજે કરવામાં આવી છે અને પોલીસે બે આરોપીને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂના બે ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપ પાસેથી જાહેરમાંથી સ્કૂટર નંબર જીજે 36 એજી 5454 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસને ચેક કરતા તેની પાસેથી દારૂની મોંઘીદાટ એક બોટલ મળી આવતા પોલીસે 2056 ની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 32056 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિજયભાઈ મૂળુભાઈ કોડીયાતર (19) રહે. વાવડી રોડ નાયરા પેટ્રોલ પંપથી આગળ રાધા પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખભાઈ વાઘેલા રહે કાલિકા પ્લોટ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ખોડીયાર માતાના મંદિર સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે 6,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હાર્દિકભાઈ રમેશભાઈ ગુગડીયા (20) રહે. ખોડીયાર માતાના મંદિર પાછળ રફાળેશ્વર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમા ઈજા થતાં સારવારમાં
મોરબીના ગાંધીચોક વિસ્તારમાં અમુક લોકો દ્વારા લાકડી વડે માર મારવામાં આવેલો હોય ભોલાભાઈ ભગવાનજીભાઈ કોળી (46) રહે.વીસીપરા મોરબીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે જેતપર રોડ ઉપર આવેલ સ્ટારકો સીરામીક ખાતે દિવાલ ઉપરથી નીચે પડી જતા ભિમસિંગ નામના 35 વર્ષના યુવાનને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના સોખડા ગામે કોઈ અકળ કારણોસર ગળાના ભાગે છરકા મારી લેતા કિશન દિલીપભાઈ બાલાસરા નામના 31 વર્ષના યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
