મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: દારૂની મોંઘીદાટ 7 બોટલ સાથે બે શખ્સો પકડાયા
હળવદના મયુરનગર ગામના ઝાપા પાસે બેઠેલા યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને મારમાર્યો
SHARE







હળવદના મયુરનગર ગામના ઝાપા પાસે બેઠેલા યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને મારમાર્યો
હળવદના મયુરનગર ગામે યુવાન ગામના ઝાપા પાસે બેઠો હતો ત્યારે તે જ ગામમાં રહેતો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ કપાળના ભાગે પથ્થર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના મયુરનગર ગામે રહેતા અશોકભાઈ હીરાભાઈ સોલંકી (45) એ જયદીપ દિનેશભાઈ ડાભી રહે. મયુરનગર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે ગામના ઝાપા પાસે બેઠો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ બાજુમાં પડેલ પથ્થર ફરિયાદીને માથામાં મારીને ઇજા કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
પરણીતા સારવારમાં
મોરબીના જેતપર રોડ પીપળી ગામ પાસેની મારૂતિ સોસાયટીમાં રહેતા કંચનબેન આકાશભાઈ પટેલ નામની 19 વર્ષીય પરણીતા કોઈ કારણોસર ફીનાઈલ પી ગયા હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવની પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બી.એમ.બગડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ કમલાપાર્ક સોસાયટીમાં રહેતો જય જીતુભાઈ જોશી નામનો 30 વર્ષનો યુવાન ઘરેથી માનસ હનુમાન ધામ કટારીયા (કચ્છ) ખાતે દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે માળીયા હાઇવે ઉપર અચાનક બાયઇની આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હોય જેમાં ઇજા પામેલ જય જોશીને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થવાના બનાવમાં વિકાસ ઈન્દ્રજીતસિંહ રાજપુત (23) રહે.વિદ્યુતનગર સોસાયટી મોરબી-2 ને ઇજા થયેલ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી સામાકાંઠે લક્ષ્મી સોસાયટીમાં રહેતા નવઘણભાઈ રેવાભાઇ પાંચિયા નામના 45 વર્ષના યુવાનને સામેવાળા ભાવેશ ગમારા તથા અન્ય બે-ત્રણ લોકો દ્વારા બોલાચાલી કરીને લાકડી વડે માર મારવામાં આવ્યો હોય સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝની પાછળના ભાગે રહેતા કિશન ઓમપ્રકાશભાઈ નામના 19 વર્ષના યુવાને વધુ પડતી દુખાવાની અને ઉધરસની દવા એકી સાથે પી લેતા સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ટીંબડી ગામે રહેતા વિવેક વિનોદભાઈ જારીયા નામના 20 વર્ષના યુવાનને મોરબી-2 પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલ ઉમા સ્કૂલ નજીકથી બાઇક લઈને જતા સમયે અચાનક ભૂંડ આડું ઉતરતા વાહન સ્લીપ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
