માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓનું આગેવાનોના હસ્તે કરાયું સન્માન


SHARE













મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓનું આગેવાનોના હસ્તે કરાયું સન્માન

મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમીતિ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ધો. ૯થી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં ૫૫ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યું હતા. આ કાર્યક્રમ શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો અને સંસ્થાના પ્રમુખ સહિતના આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

તકે શિક્ષણ સમિતિના દાતા મનજીભાઈ આચાર્યે જીવનમાં શિક્ષણનું મહત્વ અને સંસ્કારની વાત કરી હતી અને દેવજીભાઈ ચાવડાએ જીવનમાં શિક્ષણનું મહત્વ અને સ્પધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરવા માટેની માહિતી આપી હતી. આ તકે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરનાર ડો.ડાભી કિર્તીબેન (PHD), સોનગ્રા કલ્પેશ (CA), ડાભી જયદીપ (CA) તથા પરમાર ખુશાલ (BAMS) વિશીષ્ટ સન્માન અને શિષ્યવૃત્તિ માટે ૫૦૦૦ ના દાતા પારસભાઈ જાદવ, જનરલ નોલેજ પુસ્તકના દાના બાલજીભાઈ ડાભીનું પ્રમુખશીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અને ૫૫ તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, જનરબ નોલેજ બુક સહિતની વસ્તુઓ દાતાઓ અને પ્રમુખઓના હસ્તે આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ITI માં અભ્યારા કરતા છ વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃતિ દાતાના પ્રતિનિધિના હસ્તે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો.લખમણભાઈ કંઝારિયાએ જ્ઞાતીની જુદી-જુદી સંસ્થાઓને આર્થિક-સામાજિક રીતે મદદરૂપ બનવા, વિદ્યાર્થીઓને પરિશ્રમ કરવા તેમજ આજના ૨૧ મી સદીમાં શિક્ષણના મહત્વની વાત કરી હતી અને સ્પર્ધાત્મક પરિક્ષાઓની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારીયા, મોરબી સતાવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભી, મોરબી સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખશ્રી કિરણબેન જાદવ, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી હરીભાઈ કંઝારીયા, વાઘપરા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, તેમજ દાતાઓના પ્રતિનીધી હરિનભાઈ પરમાર, મનજીભાઈ કંઝારીયા, પ્રવિણભાઈ પરમાર, પ્રદિપભાઈ કંઝારિયા, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને દાતા દેવકરણભાઈ કંઝારીયા, ગીતાબેન કંઝારીયા, જયાબેન સોનગ્રા વિગેરે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમીતીના સભ્ય મહાદેવભાઈ ડાભી, ધીરુભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, વિજયભાઈ ડાભી, પ્રકાશભાઈ સોનગ્રા, તરૂણભાઈ પરમાર, કેતનભાઈ પરમાર, જયેન્દ્રભાઈ કંઝારીયા, હરીભાઈ કંઝારીયા, યોગેશભાઈ ડાભી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. અને આ કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમાર અને મહાદેવભાઈ ડાભીએ કર્યું હતું.




Latest News