તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી યોગેશ્વર સોસાયટીનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશનને, દિવાલ પાડવા મુદ્દે નોંધાઇ ફરિયાદ


SHARE











મોરબી યોગેશ્વર સોસાયટીનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશનને, દિવાલ પાડવા મુદ્દે નોંધાઇ ફરિયાદ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન હોય અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય તેવા મુદ્દે સોસાયટીના લોકો દ્વારા એકત્ર થઈને બાજુની દિવાલ પાડી દેવામાં આવી હતી.જે મુદ્દે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિવાલ તોડીને રૂપિયા ૬૦,૦૦૦ ની નુકસાની કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવાયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં જાહીરભાઈ બદરૂદ્દીનભાઈ લોખંડવાલા વોરા (૪૯) રહે.એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડ વાળાએ અનિલભાઇ બાબુભાઈ ઉઘરેજા, ભરતભાઇ ઉઘરેજા અને વિમલભાઇ હળવદિયા રહે.યોગેશ્વર સોસાયટી સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓની માલિકીની જમીનમાં બે દીવાલો બનાવવામાં આવેલી હતી.તે દીવાલને તોડી પાડવામાં આવી હતી અને તેઓને રૂપિયા ૬૦,૦૦૦ ની નુકસાની કરવામાં આવેલ છે.હાલ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા પાસે આવેલ કડિયા શેરી ખાતે રહેતા કલ્પેશભાઈ વિનોદભાઈ ડાંગર નામનો ૩૨ વર્ષનો યુવાન સુપર ટોકીઝ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યાં વાહન સ્લીપ થવાથી બનેલ અકસ્માત બનાવમાં ઈજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામના પાટીયે ઓવરબ્રિજ પાસે બન્યો હતો જેમાં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં મનોજભાઈ જયસિંહભાઈ વાઘેલા (ઉંમર ૩૨) રહે.ગણેશ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાછળને ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ ઘુંટુ ગામે બહુચર માતાના મંદિર પાસેથી ૧૦૮ વડે બેભાન હાલતમાં મીનાદેવી નામના ૩૪ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જેને પગલે તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી.

મહીલા સારવારમાં

મોરબીના ઘાંટીલા ગામના વનિતાબેન નંદલાલભાઈ વિડજા નામના ૫૪ વર્ષીય મહિલાને સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ઘાંટીલા ગામે સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઇકમાં બેસીને તેઓ જતા હતા ત્યારે અકસ્માત બનાવમાં ઈજા થયેલ હોય તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ નજીકના તરઘડી ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકર લાગતા સંજય રાયધનભાઈ નાકડા (૩૧) રહે.લતીપુર ધ્રોલ ને અત્રેની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

રાજકોટ હાઇવે લજાઈ ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા થતા અનિલ પ્રવીણભાઈ ગણેશિયા (૩૦) રહે.કાલિકા પ્લોટ ને અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વોરાવાડ નજીક રહેતા કીર્તિબેન મૂળજીભાઈ જોબનપુત્રા (ઉમર ૫૨) ને અમરસરથી વાંકાનેર બાજુ જતા સમયે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News