વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાતરી મોરબીના બેલથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો. વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત: મોરબીમાં ચલણી નોટ આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE













મોરબીમાં જુના બસ સ્ટેશન પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત: મોરબીમાં ચલણી નોટ આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાંથી યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબીમાં આવેલ જુના બસ સ્ટેશન પાછળના ભાગમાં શંકરભાઈ જયલાલપ્રસાદ કૂસવાહ (37) રહે. એન.એચ. 33 ડુમરોન થાના ઇચાક જિલ્લો હાજારીબાગ ઝારખંડ વાળો બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યો હતો જોકે, ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

ચલણી નોટ આધારે જુગાર

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા કિશનભાઇ ઉર્ફે કાનો સવજીભાઈ કુરિયા (22) રહે. ત્રાજપર ભગવતી ચેમ્બરની બાજુમાં મોરબી તથા તોફિકભાઈ હુસેનભાઇ કુરેશી (26) રહે. કાંતિનગર નિશાળ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 900 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News