મોરબી-માળીયા (મી) તાલુકામાં દેશી દારૂની 6 ભઠ્ઠીઓ ઉપર રેડ: 1.22 લાખથી વધુનો મુદામાલ કબ્જે, આરોપીઓની શોધખોળ
SHARE







મોરબી-માળીયા (મી) તાલુકામાં દેશી દારૂની 6 ભઠ્ઠીઓ ઉપર રેડ: 1.22 લાખથી વધુનો મુદામાલ કબ્જે, આરોપીઓની શોધખોળ
મોરબી તાલુકા પોલીસે કાલિકાનગર ગામની સીમમાં દેશી દારૂની ચાર ભઠ્ઠી ઉપર રેડ કરી હતી તે ઉપરાંત ભડિયાદ ગામની સીમમાં એક ભઠ્ઠી ઉપર રેડ કરી હતી આવી જ રીતે માળીયા મીયાણા તાલુકા પોલીસે ગુલાબડી જવાના રસ્તે અછલા વાંઢની બાજુમા બાવળની કાંટમાં દારૂની એક ભઠ્ઠી ઉપર રેડ કરી હતી અને આથો તેમજ દારૂ સહિત કુલ 1.22 લાખથી વધુનો મુદામાલ ત્રણેય સ્થળેથી કબ્જે કર્યો હતો જો કે, આરોપી એક પણ સ્થળ ઉપરથી પકડાયેલ નથી.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલિકાનગર ગામની સીમમાં મંદિરની પાછળ પાણીના વોકળા પાસે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ચાર ચાલુ ભઠ્ઠીઓ મળી આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લીટર આથો તથા 180 લીટર તૈયાર દેશી દારૂ અને ત્રણ ગેસના બાટલા સહિતનો અન્ય મુદ્દામાલ મળીને કુલ 73,400 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે જોકે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ હાજર ન હોય હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ બચુભાઈ ભોજવીયા રહે. કાલિકાનગર તથા સુરેશભાઈ જગાભાઈ કોળી રહે. કાલીકાનગર અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. જયારે મોરબીના ભડિયાદ ગામની સીમમાં શિવ પેટ કારખાના સામે નદીના કાંઠે બાવળીની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 70 લીટર આથો મળી આવ્યો હોય પોલીસને 1400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ દિલીપભાઈ સોંડાભાઇ કોળી રહે. રણછોડનગર મોરબી વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણાના ગુલાબડી જવાના રસ્તે અછલા વાંઢની બાજુમા બાવળની કાંટમાં દારૂની ભઠ્ઠી ચાલી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1100 લિટર આથો તથા 100 લીટર તૈયાર દેશીદારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે 47,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી નાસી ગયેલ હોય હાલમાં સલીમ ઉર્ફે બાડો રહે. વાડા વિસ્તાર માળિયા મીયાણા વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
