વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એલસીબીની ટીમે પાવડરની આડમાં લઈ જવાતો ૧૩૦ બોટલ દારૂ પકડ્યો
મોરબીના પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામ કથાનું આયોજન
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામ કથાનું આયોજન
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી ભાણદેવજી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે
ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના સમગ્ર જીવનને કથામૃત સ્વરૂપે લોકો સુધી પહોચાડીને લોકોમાં નવી ઉર્જા આવે તેમજ સમાજને નવી શક્તિ મળે તેવા હેતુ સાથે તા.૧૭ થી ૧૯ સુધી બપોરે ૩ થી સાંજે ૬: ૩૦ કલાકે પરશુરામધામ નવલખી રોડ મોરબી ખાતે પરશુરામ કથાનું આયોજન કરાયું છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મ બ્રહ્મસમાજ મહિલા મંડળ, પરશુરામ યુવા ગ્રુપ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે.