મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એલસીબીની ટીમે પાવડરની આડમાં લઈ જવાતો ૧૩૦ બોટલ દારૂ પકડ્યો


SHARE











વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એલસીબીની ટીમે પાવડરની આડમાં લઈ જવાતો ૧૩૦ બોટલ દારૂ પકડ્યો

 

મોરબી જિલ્લા એલસીબીની ટીમ ગઇકાલે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચમાં હતી ત્યારે ટાટા ૧૧૦૯ વાહન ત્યાથી પસાર થઈ રહ્યું હતું તેને રોકીને ચેક કરવામાં આવતા વાહનમાં પાવડર અને સ્પેરપાર્ટ્સની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૧૩૦ બોટલ દારૂ તેમજ માલસામાન મળીને ૧૩.૪૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેર બાઉન્ડ્રી પાસે એલસીબીની ટીમ હતી ત્યારે પૃથ્વિરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગસીયાને બાતમી મળેલ કેઅમદાવાદ-રાજકોટ હાઇવે ઉપરથી દારૂ ભરેલ વાહન પસાર થવાનું છે જેથી કરીને પોલીસે ત્યાં વોચમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટાટા ૧૧૦૯ વાહન નં. જીજે ૩ એઝેડ ૩૨૮૯ ત્યાથી પસાર ત્જતા તેને રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તે વાહનમાં પાવડરની થેલીઓ તથા સ્પેરપાર્ટની નીચે ભારતીય બનાવટની દારૂની બોટલનો જથ્થો રાખીને હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે વાહનમાથી ૧૩૦ બોટલ જુદીજુદી બ્રાંડનો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૧૩.૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરીને રાજસ્થાનના પાટિયાપણા ગામના રહેવાસી ટ્રક ચાલક રાજુલાલજી નાનાલાલજી મીણા (ઉ.૨૯)ને પકડી પડેલ છે અને તેના સહિત માલ મોકલાવનાર અને મંગાવનાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે






Latest News