મોરબીના સાપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ સગીરનું સારવાર દરમિયાન મોત
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા કોલેજ ખાતે મહિલા આરોગ્ય સેમીનાર યોજયો
SHARE
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા કોલેજ ખાતે મહિલા આરોગ્ય સેમીનાર યોજયો
"એક કદમ મહિલા સુરક્ષા કી ઓર" ના સુત્રને ચરિતાર્થ કરવા માટે તેમજ મહિલા આરોગ્ય જાળવણી સબબ જે.એ.પટેલ મહિલા કોલેજ પટેલ કન્યા છાત્રાલયમાં ૫૦૦૦ નંગ સેનીટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં મોરબીના જાણીતા અને ખુબજ અનુભવી સેવાભાવી ગાયનેક ડો.હીનાબેન મોરીએ છાત્રાલયની બાળાઓને સેનીટરીપેડની ઉપયોગિતા તેના લીધે થતા ફાયદા વિશે અને અન્ય આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ તેમજ મહિલાઓને આરોગ્યલક્ષી મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન ડૉ.હીનાબેન મોરીએ સરળ રીતે સમજાવ્યુ હતુ. આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન લા.રશ્મિકાબેન રૂપાલા તેમજ મીનાક્ષીબેન કાવર મહિલા કોલેજના મહિલા પ્રોફેસરે હાજર રહીને દરેક બાળાઓને સેનેટરી પેડનું વિતરણ કર્યુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલભાઈ પટેલ, એનએસએસના મોરબીના કો-ઓર્ડીનેટર વનિતાબેન કગથરા તેમજ મહિલા પ્રોફેસરોએ ખાસ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનુ સંચાલન દક્ષાબેન અઘારાએ કર્યુ હતુ. કાર્યક્રમ સફળતા પુર્વક યોજવા બદલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી વતી પ્રમુખ ટી.સી.ફૂલતરીયાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.