મોરબીના પાનેલી ગામ તરફ જવાનો નવો બનાવેલ રોડ ભારે વાહનો દોડતા હોવાથી તૂટી ગયો !
SHARE







મોરબીના પાનેલી ગામ તરફ જવાનો નવો બનાવેલ રોડ ભારે વાહનો દોડતા હોવાથી તૂટી ગયો !
મોરબીના પાનેલી ગામ તરફ જવાનો નવો રોડ બનાવવામાં આવેલ છે જો કે, વાંકાનેરના સરતાનપર ગામ તરફનો રોડ છેલ્લા દોઢેક મહિનાથી ગેરકાયદે રીતે સંપૂર્ણ બંધ કરી નાખ્યો છે જેથી કરીને ભારે વાહનો હાલમાં નવા રોડ ઉપર દોડી રહ્યા છે જેથી કરીને નવો બનાવેલ રોડ તૂટી ગયો છે માટે ગામના સરપંચ સહિતના લોકોએ કલેક્ટરને સોશ્યલ મીડિયા મારફતે ખુલ્લો પત્ર લખેલ છે જેમાં ગેરકાયદે બંધ કરેલ રોડ ખોલવા માટેની અને તૂટી ગયેલ રોડ ઉપર ડામર પાથરવાની માંગ કરી છે અને જો રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરે તો રસ્તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીના પાનેલી ગામના સરપંચ ગૌતમ કરમશીભાઈ હડીયલ અને ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના સરતાનપર ગામ તરફનો રોડ છેલ્લા દોઢેક મહિનાથી ગેરકાયદે રીતે સંપૂર્ણ બંધ કરી નાખ્યો છે. આ રોડ બંધ થવાથી ઔધોગિક એકમો માટે માલસામાનનું પરિવહન કરતા ટ્રક ટ્રેઈલર, ઓવર લોડ હાઈવા ટ્રક પાનેલી ગામના રોડ પરથી પસાર થઈ રહ્યા છે જેથી કરીને પાનેલી રોડ જે ટીપટોપ કંડીશનમા હતો તે રોડ દોઢ મહિનામા ભારે વાહનોની અવરજવરના લીધે તૂટી ગયેલ છે. અને રોડ ઉપર સતત ધુળની ડમરીઓ ઉડી રહી છે. આ રોડ તુટવાથી લોકો હેરાન થઈ રહ્યા છે અને સરકારને કરોડો રૂપિયાની નુકસાની થયેલ છે. હાલમાં પાનેલી ગામની ગૌચર જમીનમાંથી ગેરકાયદે સીસી રોડ બનાવવામા આવ્યો છે. આ રોડ બંધ કરવા ગામ લોકો તૈયાર છે. અને સરતાનપર રોડને ગેરકાયદે બંધ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હલમ પાનેલી રોડ ગેરીટી પિરિયડમા હોય તાત્કાલિક નવેસરથી નેશનલ હાઇવેથી પાનેલી ગામ સુધી ડામર પાથરી નવો રોડ બનાવવામાં આવે તેની માંગ કરેલ છે. અને જો આ રજુઆતને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના લોકો ગમે ત્યારે પાનેલી રોડ ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
