હળવદના સુખપર ગામે વાડીમાંથી 99 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
SHARE







હળવદના સુખપર ગામે વાડીમાંથી 99 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
હળવદના સુખપર ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે આવેલ વાડીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 99 બોટલો મળી આવતા દારૂ અને વાહન સાથે 43,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુખપર ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે આવેલ ભાવસંગભાઈ ગોહિલની વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 95 તથા મોટી 4 આમ કુલ મળીને 99 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 13,900 ની કિંમતનો દારૂનો જથ્થો તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું એકટીવા જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 43,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ભાવસંગભાઈ અભેસંગભાઈ ગોહિલ (30) અને યુવરાજભાઈ ભુપતભાઈ મકવાણા (27) રહે. બંને સુખપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને આ બંને શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ત્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે
ત્રણ બોટલ દારૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમથી આગળ કેનાલ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેવી પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યુસુફભાઈ હાજીભાઈ દલવાણી (40) રહે. જોન્સનગર લાતી પ્લોટ શેરી નંબર 12 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
