મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં પાર્ક કરેલા ટ્રકમાં સૂતેલ યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ મોત


SHARE













મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં પાર્ક કરેલા ટ્રકમાં સૂતેલ યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા નજીક આવેલ સીરામીક કારખાનામાં પાર્ક કરેલા ટ્રકમાં યુવાન સૂતો હતો અને સવારે તેને ઉઠાડવા છતાં તે ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુરનો રહેવાસી પપ્પુભાઈ ગુરૂદિનભાઈ મોરિયા (32) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે એસ.પી.સો. સીરામીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કર્યો હતો ત્યાં રાત્રિના સમયે સૂતો હતો અને દરમિયાન બીજા દિવસે સવારે તેને ઉઠાડવા છતાં તે ઉઠ્યો ન હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોકટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ગોપાલનગરમાં રહેતો નેમીશ હસમુખભાઈ મોરી (12) નામનો બાળક ગામ પાસે બાઈકમાં બેસીને જઈ રહ્યો હતો દરમિયાન બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં બાળકને ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણાના ભોડી વાંઢ વિસ્તારમાં રહેતા જુસબભાઈ નોતીયારની 13 વર્ષની દીકરી શહેનાજબાનુ ખેતરેથી પગપાળા ઘર તરફ આવી રહી હતી દરમિયાન રસ્તામાં બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News