મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્વારા સાહિત્યકાર સાથે ગોઠડીનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ
SHARE







મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ
મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી ગરબી મંડળનું છેલ્લા ૨૪ વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં આવેલ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિરના પ્રાંગણમાં આ ગરબી યોજાઇ છે જેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ નું ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં જયારે અર્વાચીન રાસની ભરમાર છે અને પાર્ટી પ્લોટનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળે પોતાના પ્રાચીન રાસ-ગરબાની આગવી પરંપરા જાળવી રાખી છે. અહિં બાળાઓ દ્વારા દર વર્ષે અવનવા રાસ રજુ કરવામાં આવે છે. જેમાં રાધા-કૃષ્ણનો રાસ, દિવડા રાસ, તલવાર રાસ, હેલ્લારો રાસ વગેરે જેવા અનેક રાસ ગરબી મંડળની બાળાઓ રજૂ કરે છે. આ વર્ષે પણ આ તમામ પ્રકારના રાસ ઉપરાંત બીજા નવા રાસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ગરબીમાં બાળાઓ પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને છેલ્લા નોરતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તરફથી અને અન્ય દાતાઓ તરફથી બાળાઓને લ્હાણી આપવામાં આવે છે. અને અહી જે બાળાઓ રાસ રજૂ કરે છે તે રાસ ગરબાની તૈયારી દર્શનાબેન જોષી તથા રાધિકાબેન પંડપા દ્વારા કરાવવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ જગદીશભાઈ ઓઝા અને અન્ય ટ્રસ્ટી અંબરીશભાઈ જોષી તથા મહિધરભાઈ દવે છેલ્લા ઘણાં સમયથી જહેમત લઈ રહયા છે.
