મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ
માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર સહિતના બે આરોપીના જામીન નામંજૂર
SHARE







માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર સહિતના બે આરોપીના જામીન નામંજૂર
માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પકડાયેલ પત્રકાર સહિત કુલ બે આરોપી દ્વારા તેઓના વકીલ મારફતે મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીઓના વકીલ તેમજ મદદનીસ સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી અને જુદીજુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓની જામીન અરજીને નામંજૂર કરેલ છે.
માળિયા (મી) ના સરવડ ગામના હાલના તલાટી મંત્રીએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે અને તેઓના દ્વારા આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે જેમાં સરવડના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખર, તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા અને પત્રકાર અતુલ જોશીનો સમાવેશ થાય છે થોડા સમય પહેલા તલાટી મંત્રી ભરત ખોખરને શરતોને આધીન હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે જો કે, સરપંચ સાગર ફૂલતરિયા અને પત્રકાર અતુલ જોશી દ્વારા જામીન મેળવવા માટે તેઓના વકીલ મારફતે મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
જે જામીન અરજીના કામે બંને આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી કે, અરજદાર નિર્દોષ છે અને તેમણે કોઈ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો નથી કે કોઈની ડુપ્લિકેટ સહી કરી નથી. તેમજ અરજદાર/આરોપીનું નામ એફઆઇઆરમાં નથી, કોઈ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો નથી અને તેનાથી કોઈ લાભ મેળવ્યો નથી. અને હાઈકોર્ટે દ્વારા પહેલાથી જ તલાટી-કમ-મંત્રી ભરત ખોખરને જામીન આપવામાં આવેલ છે. જેથી સમાનતાના આધારે હાલના અરજદાર/આરોપીને પણ નિયમિત જામીન પર મુક્ત કરવા માટેની દલીલ કરી હતી અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને રજૂ કરવામાં આવ્યા હતા
ત્યાર બાદ મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિયાએ બંનેનની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને બંને અરજીની સામે કોર્ટમાં દલીલ કરી હતી. અરજદાર/આરોપી અન્ય સહ-આરોપી સાથે મળીને બનાવટી વંશાવલિ પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું, અને કથિત ગુનો ઉપરોક્ત બનાવટી દસ્તાવેજ તૈયાર કરવાથી શરૂ થયો હતો. અને હાલના અરજદાર/આરોપીની વજેપર ગામની જમીનના ગુનામાં સંડોવણી હોવાનો આરોપ છે.અને અરજદાર/આરોપી સામેના આરોપો ગંભીર પ્રકારના છે, જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે સમાન ગુનાઓને પ્રોત્સાહન આપી શકે છે, પુરાવા સાથે છેડછાડ, સાક્ષીઓને પ્રભાવિત કરવા, ધરપકડ ટાળવામાં સહ-આરોપીઓને મદદ કરવાની સંભાવના છે.જેથી આ જામીન અરજીને નકારી કાઢવા દલીલ કરી હતી.અને જુદાજુદા કેસના ચુકાદા પણ રજૂ કર્યા હતા.
કોર્ટમાં બંને પક્ષથી કરવામાં આવેલ દલીલને ધ્યાને લેતા ફરિયાદ બનાવટી દસ્તાવેજોના આધારે મહેસૂલ રેકોર્ડમાં એન્ટ્રીઓના ઈ-મ્યુટેશન સાથે સંબંધિત છે.અને વંશાવલિ પ્રમાણપત્રમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.આ ગુનાના મુખ્ય આરોપી એટલે કે મહેશભાઈ પ્રભાશંકર રાવલ દ્વારા કરવામાં આવેલ ખુલાસાને કારણે તપાસ દરમિયાન હાલના અરજદાર/આરોપીઓના નામ સામે આવેલ છે. હાલના અરજદાર/આરોપીઓને વંશાવલિ પ્રમાણપત્ર તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અને વંશાવલિ પ્રમાણપત્રમાં કરવામાં આવેલા ફેરફારો અને તેને જારી કરવા માટે સબમિટ કરાયેલ દસ્તાવેજોમાં વિસંગતતાઓ અંગે એફઆઈઆરમાં આરોપોને ધ્યાનમાં લેતા પ્રથમ દ્રષ્ટિએ એવું સ્થાપિત થાય છે કે હાલના અરજદાર/આરોપીઓની કથિત ગુનામાં સક્રિય ભૂમિકા હતી. જેથી મોરબીના એડિશનલ સેશન્સ જજ કમલ રસિકલાલ પંડ્યા સાહેબ દ્વારા અરજદાર/આરોપી પત્રકાર અતુલ જોશી અને સરપંચ સાગર ફૂલતરિયાની જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે.
