માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર સહિતના બે આરોપીના જામીન નામંજૂર
મોરબીના આમરણ ગામે પંડ્યા પરિવાર દ્વારા આયોજિત ગરબીમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના હાજર રહ્યા
SHARE







મોરબીના આમરણ ગામે પંડ્યા પરિવાર દ્વારા આયોજિત ગરબીમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના હાજર રહ્યા
મોરબી તાલુકાનાં આમરણ મુકામે પંડ્યા પરિવાર દ્વારા શ્રી બહુચરાજી મંદિરના પ્રાંગણમાં નવરાત્રી પર્વને 75 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ રાઘવજીભાઈ ગડારા, ઉદ્યોગપતિ મગનભાઇ કેશવભાઈ રૈયાણી, વિહીપ અગ્રણી ભરતભાઈ ભાલોડીયા, મોરબી તાલુકા ભાજપ અગ્રણી હસમુખભાઈ ગામી, ડાયમંડનગરના સરપંચ રમેશભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ નિર્મળાબેન અધેરા, કાળુભાઈ અઘેરા, ચંદુભાઈ કાસુન્દ્રા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી અને શ્રી બહુચરાજી કુમારીકા ગરબા મંડળના દર્શનનો લાભ લીધો હતો. અને જામ દુધઈનું ચામુંડા ગરબા મંડળ, લીખીયા પરિવાર મેલડી માતા ગરબી, ભરવાડ સમાજની ચામુંડા ગરબીની બાળાઓનો શ્રી બહુચરાજી ચોકમાં આસ્થાભેર ગરબા રમવા માટે આમંત્રિત કર્યા હતા અને આ તકે બાળાઓએ જુદાજુદા રાસ રજૂ કર્યા હતા અને આવેલા તમામ મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી અને માતાજીની છબી સ્મૃતિ પ્રસાદ તરીકે ભેટ આપીને સન્માન કરાયું હતું.
