મોરબીના આમરણ ગામે પંડ્યા પરિવાર દ્વારા આયોજિત ગરબીમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના હાજર રહ્યા
મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા દશેરાએ શસ્ત્રપુજનનું આયોજન: આજે રાતે લખધીરવાસ ચોકની ગરબીમાં દુર્ગાવાહનીની બહેનો રજૂ કરશે તલવાર રાસ
SHARE







મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા દશેરાએ શસ્ત્રપુજનનું આયોજન: આજે રાતે લખધીરવાસ ચોકની ગરબીમાં દુર્ગાવાહની બહેનો રજૂ કરશે તલવાર
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની દ્રારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દુર્ગાવાહિનીની દીકરી દ્વારા ઉમા ટાઉનશિપ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે દુર્ગા માતાની આરાધના કરવા માં આવી હતી અને અલગ અલગ નવ દુર્ગામાતાના સ્વરૂપ વિશે જાણકારી શક્તિસાધના કેન્દ્રની દીકરીઓ દ્વારા આપવામાં આવી હતી. દુર્ગા માતા શક્તિ, ભક્તિ અને વિજયનું પ્રતિક છે. અને નવદુર્ગાના નવ સ્વરૂપોમાં તેઓ જગતની રક્ષા કરે છે. ત્યારે દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવ્યા હતા અને માતાજીના ગરબા ગાયા સાથે રાસ પણ રમ્યા હતા બાદમાં દીકરીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આવ્યું હતું અને તલવાર રાસ રજૂ કર્યો હતો. તો દુર્ગાવાહિની સ્થાપના દિવસ નિમિતે દુર્ગા અષ્ટમી તા ૩૦/૯ ના રોજ જય માતાજી ગરબી મંડળ લખધીરવાસ ચોક, મોરબી ખાતે રાત્રે ૧૧ કલાકે દુર્ગાવાહની દિકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા હળવદ શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારો જેમ કે કષ્ટભંજન ગરબી મંડળ (ગોરી દરવાજા), રામદેવપીર ગરબી મંડળ (કુંભાર દરવાજા) અને પીઠડમાં ગરબી મંડળમાં શસ્ત્રપુજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી બાપુ અને બજરંગ દળ ગુજરાત ક્ષેત્રના સંયોજક તથા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી દ્વારા વિજયા દસમી પર્વ નિમિત્તે શસ્ત્રપુજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧/૧૦/૨૦૨૫ ને બુધવારે રાત્રે ૯ વાગ્યે મોરબીના જેલ ચોકમાં આવેલ છત્રપતિ શિવાજી સર્કલ પાસે કાર્યક્રમ યોજાશે ત્યાં બધા જ કાર્યકર્તાઓએ સમયસર આવવા માટે આગેવાનો કહ્યું છે.
