મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે બહુચરધામ ખાતે ગરબા-મહાઆરતી યોજાઇ


SHARE







મોરબીના ખાખરાળા ગામે બહુચરધામ ખાતે ગરબા-મહાઆરતી યોજાઇ

મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલેખનીય છે કે, ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના રોજ ટંકારાના મોટા ખીજડિયા ગામેથી બહુચરાજી માતાનું  સ્થળાંતર કરીને સ્થાપન કર્યું હતું. આ મંદિરમાં શંખલપુર બહુચરાજી મંદિરમાં બિરાજેલા કુળદેવી સાક્ષાત્ દૃશ્યમાન થાય છે. સાથે મેલડી માતા અને શૂરાપુરાદાદાનું સ્થાપન છે. દર માસની શુક્લ અષ્ટમીએ માતાજીના વસ્ત્ર-શૃંગાર બદલાય છે. ધ્વજારોહણ થાય છે. પોષ શુક્લ અષ્ટમીએ પાટોત્સવ યોજાય છે. દર વર્ષે બંને નવરાત્રીમાં કાંજીયા પરિવારના 101 કુટુંબો મળીને માતાજીની મહાઆરતી, મહાપૂજા અને ગરબાનો મહોત્સવ કરે છે. આ કાર્યક્રમમાં સમગ્ર પરિવારના નાનાંમોટાં તમામ ભાઈ-બહેનો ખૂબ જ ભાવ અને ઉત્સાહથી ગરબે રમે છે. મંદિર નવલખી રોડ પર ખાખરાળા ગામમાં બનાવવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે નવયુગ ગ્રુપના સંસ્થાપક પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ બહુચરધામ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે. 






Latest News