મોરબીના ટિંબડી પાટીયા પાસે હોટલે જમવા માટે જઇ રહેલા યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત
SHARE







મોરબીના ટિંબડી પાટીયા પાસે હોટલે જમવા માટે જઇ રહેલા યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક ડ્રાઇવર પોતાના ટ્રક રોડ સાઈડમાં મૂકીને હોટલમાં જમવા માટે જઈ રહ્યો હતો ત્યારે વેબ્રિજ પાસે કાંટો કરાવવા માટે આવેલ અન્ય ટ્રકના ચાલકે તે યુવાનને હડફેટ લઈને નીચે પાડી દીધો હતો ત્યારબાદ તેના ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં મૃત્યુ પામેલ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના પાલી તાલુકાના મડિયા ગામનો રહેવાસી ગુણેશ્વરરામ સોનારામ દેવાસી (38) નામનો યુવાન પોતાના હવાલા વાળો ટ્રક મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે રોડ સાઈડમાં ઉભો રાખીને રામેશ્વર વેબ્રિજ પાસે આવેલો હોટલે જમવા માટે થઈને જઈ રહ્યો હતો દરમિયાન વેબ્રિજ ઉપર કાંટો કરાવવા માટે થઈને આવેલા અન્ય ટ્રક નંબર ડીડી 01 ટી 9986 ના ચાલકે તેને હડફેટે લીધો હતો અને ગુણેશ્વરરામ દેવાસીને નીચે પાડી દીધા બાદ તેના ઉપરથી ટ્રકના વ્હીલ ફેરવી દીધા હતા જેથી અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે આ બનાવના કારણે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
યુવાન સારવારમાં
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા સુનિલભાઈ ભુરીયા (33) નામના યુવાનને લક્ષ્મીનગર નજીક આવેલ રામદેવ હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
