મોરબીના ટિંબડી પાટીયા પાસે હોટલે જમવા માટે જઇ રહેલા યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત
મોરબી : કમોસમી વરસાદના કારણે ખડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર આપવા માંગ
SHARE







મોરબી : કમોસમી વરસાદના કારણે ખડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર આપવા માંગ
મોરબીના અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને હાલમાં થયેલા કમોસમી વરસાદના પગલે ગુજરાતભરના ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે કરવામાં આવે અને તે અંગે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
વધુમાં તેઓએ જણાવેલ છેકે ચાલુ સાલે સમયસરના વરસાદના કારણે ખેડૂતોના પાકની સ્થિતિ સારી જણાતી હતી.પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેના તૈયાર થઇ રહેલા પાકોમાં ખુબજ મોટા પાયે નુકસાની થવા પામેલ છે.આ કમોસમી વરસાદ ના કારણે કપાસમાં તેમાં આવતા ફૂલ તેમજ જિંડવા ખરી જવાથી નુકશાન થયેલ છે.તો મગફળીમાં ક્યાંક ખેતરમાં પાથરા હતા તે પલળી જતા તો ક્યાંક ઉભી મગફળી છે.તેમાં નુકશાન થયેલ છે.આ ઉપરંત બીજા અન્ય પાકોમાં પણ મોટા પાયે નુકશાન થવા પામેલ છે.હજુ પણ વધુ વરસાદ આવવાની આગાહી આપવામાં આવેલ છે.તો નુકશાન વધશે, તેવું જણાઈ રહ્યું છે.જેથી જગતમા તાતના હીતમાં વિનંતી કરવામાં આવેલ છે કે તંત્ર દ્વારા અત્યારથી જ એવી તૈયારી કરવામાં આવે કે જેવો વરસાદ રોકાય કે તરત જ નુકશાનીનું સર્વે કરાવવાનું કામ ચાલુ થઇ શકે.તે માટેનું આયોજન આગોતરું કરવા તેમજ સર્વે કર્યા બાદ તાત્કાલિક નુકશાનનીનું વળતર ચુકવવા યોગ્ય કરવા માંગણી છે.જો આમ કરવામાં નહીં આવે તો નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.તેવી ચીમકી પણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.
